વડોદરાના કરજણ તાલુકામાં કણભા ગામના પાટિયા નજીક પોલીસે ગાડીમાંથી 1800 બોટલ દારૂનો જથ્થો ઝડપ્યો

વડોદરા: જિલ્લાના કરજણ તાલુકાના કણભા ગામના પાટીયા પાસેથી ફોર્ચ્યુંનર ગાડીમાંથી દારૃનો જથ્થો ઝડપાયો હતો જ્યારે ગાડીમાં કોઇ શખ્સ નહી મળતા પોલીસે તપાસ શરૃ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે કરજણ તાલુકાના કણભા રોડ પર જિલ્લા એલસીબીનો સ્ટાફ વાહન ચેકિંગ કરતો હતો. દરમિયાન થોડે દૂર ઉભેલી ફોર્ચ્યુનર ગાડીમાં તપાસ કરતા ગાડીમાં કોઇ વ્યક્તિ જણાઇ ન હતી જેથી ગાડી ચેક કરતા પાછળની ડિકીમાંથી દારૃની બોટલો ભરેલી પેટીઓ મળી હતી. પોલીસે ૧૮૦૦ બોટલો ભરેલી ૫૩ પેટીઓ કબજે કરી હતી.
પોલીસ દ્વારા વાહન ચેકિંગ વખતે દારૃની હેરાફેરી કરનાર શખ્સ પોતાની ગાડી મુકીને ફરાર થઇ ગયો હતો. પોલીસે ગાડી અને દારૃનો જથ્થો મળી કુલ રૃા.૨૬.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નંબર વગરની ફોર્ચ્યુનર ગાડીના એન્જિન નંબરના આધારે માલિકની તપાસ હાથ ધરી છે.