News of Monday, 16th March 2020
વડોદરાના વાઘોડિયા રોડ પર મોબાઈલ,ફનિર્ચર સહીત જુદી જુદી ત્રણ દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા:2.73 લાખની કિંમતના જુદા જુદા 22 મોબાઈલની તસ્કરી થતા ચકચાર

વડોદરા: શહેરના વાઘોડિયારોડ પર મહેશનગર શોપિંગ સેન્ટરમાં મોબાઇલની દુકાનમાં ત્રાટકેલી તસ્કર ટોળકી રૃા.૨.૭૩ લાખ કિંમતના વિવિધ કંપનીના ૨૨ મોબાઇલ ફોન ઉઠાવી ગઇ હતી. ત્રણ સ્થળે ત્રાટકેલા તસ્કરોએ મોટી રકમની ચોરી કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ સોમતળાવ વિસ્તારમાં હાર્મની એલાઇટમાં રહેતા નિતેશકુમાર રામચન્દ્ર ખત્રી ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા મહેશનગર શોપિંગ સેન્ટરમાં વેદ એન્ટરપ્રાઇઝ નામની મોબાઇલ ફોનની દુકાન ધરાવે છે. ગઇ કાલે રાત્રે દુકાન બંધ કરી તેઓ ઘેર ગયા હતાં. આજે સવારે તેમની દુકાનની બાજુમાં નાગેશ્વરી ફરસાણ નામની દુકાનના માલિક રાહુલ બંઝારાએ ફોન કરી જણાવેલ કે તમારી દુકાનનું શટર ખુલ્લું છે અને કોઇએ તોડયું હોય તેમ જણાય છે.
(5:51 pm IST)