વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં રાત્રે ઊંઘતી યુવતી સાથે શારીરિક અડપલાં કરનાર યુવાનને અદાલતે 6 વર્ષની સજાની સુનવણી કરી

વડોદરા: શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રાત્રે ઊંઘતી યુવતી સાથે શારીરિક અડપલા કરનાર યુવાનને કોર્ટે છ માસની સજા અને દંડ ફટકાર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે ગાજરાવાડી વિસ્તારમાં તળાવ સામે ચન્દ્રપ્રભાનગર ખાતે રાત્રે ખાટલા પર ઊંઘી ગયેલી યુવતીના શર્ટના બટન ખોલી શરીર પર કોઇ વ્યક્તિ હાથ ફેરવતો હોવાનું જણાતા યુવતીએ મોટેથી ચીસ પાડતા યુવતીની માતા તેમજ અન્ય લોકો જાગી ગયા હતાં. આ સમયે ખાટલા નીચે છુપાઇ ગયેલા એક શખ્સને લોકોએ ઝડપી પાડયો હતો.
ઝડપાયેલો શખ્સ તે વિસ્તારમાં જ રહેતો કલ્પેશ મનોજ વાઘરી નામનો શખ્સ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે યુવતીની માતાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કલ્પેશની ધરપકડ કરી તેની સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સરકારી વકીલ અનિલ દેસાઇની દલીલોને ધ્યાનમાં રાખી પોસ્કો કોર્ટના જજ એચ.આઇ. ભટ્ટે કલ્પેશને છ માસ જેલની સજા અને રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.