News of Monday, 16th March 2020
અમદાવાદના ચાંદખેડામાં રેલવે ફાટક નજીક ટ્રેનની હડફેટે બે યુવકોના મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનો માહોલ

અમદાવાદ: શહેરના ચાંદખેડામાં રેલવે ફાટક પાસે ટ્રેનની ટક્કરથી બે યુવકોના મોત નીપજ્યા હતા આ બનાવ અંગે સાબરમતી અને ચાંદખેડા પોલીસે અકસ્માતે મોત નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે ચાંદખેડા રેલવે સ્ટેશન પાછળ કૃષ્ણધામ ટેનામેન્ટમાં રહેતા ગોવિંદભાઇ ઉર્ફે ભીખાભાઇ મિસ્ત્રી (ઉ.વ.૩૩) તા.૧૩ના રોજ બપોરે ૪.૩૦ વાગે ઉમા ભવાની પાસે રેલવેના પાટા પર ચાલતા ચાલતા ત્રાગડ ગામ બાજુ જઇ રહ્યા હતા તે સમયે ટ્રેન આવી જતાં ટ્રેનની અડફેટે આવી જતાં મોત થયું હતું. આ ઘટના અંગે સાબરમતી પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(5:43 pm IST)