ગુજરાત
News of Monday, 16th March 2020

અમદાવાદના નારોલમાં દારૂ બિયરની હેરાફેરી કરતા 4 શખ્સોને પોલીસે ઝડપી સાત લાખનો મુદામાલ જપ્ત કર્યો

અમદાવાદ:શહેરના નારોલ, સરદારનગર અને વેજલપુરમાં દાર અને બિયરની હેરાફેરી કરતા છ શખ્સોની પોલીસે દારૃના જથ્થા સાથે ધરપકડ કરી હતી. જ્યારે ધોળકામાં કારમાંથી દારૃનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે તમામ બનાવમાં દારૃ અને વાહનો મળીને સાત લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે સરદરાનગર યુનિયન બેન્ક પાસેથી એક્ટીવા પર જઈ રહેલા આસનદાસ એલ.ચેનાનીની ધરપકડ કરીને રૃ.૫,૬૦૦ ની કિમતનો દારૃ તથા એક્ટીવા મળીને રૃ.૩૦,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અન્ય બનાવમાં નારોલ બ્રિજ પાસે વેગનઆર કારમાં જઈ રહેલા અશ્વિન કે ડામોરની ધરપકડ કરીને રૃ.૮૨,૦૦૦ ની કિંમતનો દારૃ અને બિયરનો જથ્થો તથા કાર મળીને કુલ રૃ. ૨,૩૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરાંત સરદારનગરમાં ભદ્રેશ્વર રોડ પરથી પસાર થઈ રહેલા વિક્કો ભેરુમલ ટેકવાણીની ધરપકડ કરીને એક્ટીવામાંથી રૃ.૮,૦૦૦ નો દારૃ તથા એક્ટીવા કબજે કર્યું હતું. તે સિવાય વેજલપુર પોલીસે શ્રીનંદનગર વિભાગ-૧ પાસેથી એક્ટીવાની ડેકીમાં બિયર લઈને જઈ રહેલા દઈમખાન વાય.પઠાણની ધરપકડ કરી હતી. પોલીસે એક્ટીવા અને દારૃ મળીને રૃ.૨૮,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:43 pm IST)