એચડીએફસી બેંકને 'બેસ્ટ મેનેજમેન્ટ' અને 'બેસ્ટ ગવર્નડ' તરીકેનુ બહુમાન
રોકાણકારો દ્વારા આદિત્યપુરીને બેસ્ટ સીઇઓ તરીકેનું રેટીંગ

અમદાવાદ : અગ્રણી ગ્લોબલ ફાઇનાન્શિયલ મેગેઝિન ફાઇનાન્સ એશિયાએ રોકાણકારો અને વિશ્લેષકો વચ્ચે હાથ ધરેલ એક મતદાનમાં એચડીએફસી બેન્કને ભારતની 'બેસ્ટ મેનેજડ કંપની' તરીકે ચુંટી કાઢવામાં આવી હતી.
આ મતદાનમાં એચડીએફસી બેંકને 'બેસ્ટ કોર્પોરેટ વગર્નન્સ' તરીકે તેમજ આદિત્ય પુરીને 'બેસ્ટ સીઇઓ' તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
સમગ્ર વિશ્વમાંથી ૩૩૫ પોર્ટફોલિયો મેનેજર્સ અને વિશ્લેષકોએ છેલ્લા ૨૦ વર્ષથી હાથ ધરવામાં આવતા સરવેમાં ભાગ લીધો હતો. આ મેગેઝીને તેની વેબસાઇટ પર વિગતો જાહેર કરેલ.
એચડીએફસી બેંકના ચેરપર્સન શ્રીમતી શ્યામલા ગોપિનાથે જણાવેલ કે અમે આ માન્યતા પ્રાપ્ત કરીને ખુબ વિનમ્રતાનો અનુભવ કરી રહ્યા છીએ. આ સન્માન પારદર્શકતા અને સ્વતંત્રતા જાળવવા પ્રત્યેની બોર્ડની કટીબધ્ધતાને પુરૂ પાડવામાં આવેલ એક સમર્થન છે. એચડીએફસી પરિવારના ૨ લાખ સભ્યોમાંથી પ્રત્યેકે આત્મસાત કર્યો છે. અમે આગળ પણ આ મુલ્યોને જળવવા પ્રયાસ કરીશુ.