ગુજરાત
News of Monday, 16th March 2020

'તોડોના' (રાજકીય) વાઇરસ અમારા પાંચ ધારાસભ્યોને ભરખી ગયોઃ પરેશ ધાનાણી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૬: આજે ગૃહમાં વારંવાર ચકમક ઝરતી જણાઇ હતી. ભાજપના સભ્ય આશાબેન પટેલે પોતાના સ્થાન પર ઉભા થઇ આકરા પ્રહારો કર્યા હતા.આશાબેન પટેલે જણાવ્યું કે હું કોંગ્રેસમાં હતી ત્યારે મેં પક્ષમાં જણાવ્યું હતું કે, સભ્યોને સાચવો પરંતુ કોઇ નેતાએ ધ્યાન આપ્યું નહિં અને હું ભાજપમાંથી જીતીને આવી ત્યારે વિરોધ પક્ષના સભ્યોએ 'આશા ઠગારી નીકળી' તેવા ઉચ્ચારણો કર્યા હતા. જે વ્યાજબી નહોતું.એક તબકકે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ''કોરોનાનો કેર તોડોના વાયરસ'' અમારા પાંચ સભ્યોને ભરખી ગયો.

(4:08 pm IST)