ગુજરાત
News of Monday, 16th March 2020

ભાજપે ધારાસભ્યોને ૬પ કરોડ આપ્યા : ચાવડા કોંગ્રેસ ધારાસભ્યોને સાચવી શકતી નથી : રૂપાણી

કોંગી સભ્યોના રાજીનામા મુદ્દે ગૃહમાં ભારે હોબાળો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. આજે વિધાનસભા ગૃહની કામગીરી શરૂ થતાની સાથે જ બન્ને પક્ષના સભ્યો એકબીજા પર આકરા પ્રહારો કરવાની શરૂઆત કરી હતી.

એક તબક્કે મુખ્યમંત્રી પોતાના સ્થાન પર ઉભા થઇ વિરોધપક્ષને પોતાનું ઘર સાચવવા જણાવ્યું તરત જ વિરોધ પક્ષ દ્વારા ધારાસભ્યોને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. વિરોધપક્ષના અમીત ચાવડાએ જણાવ્યું કે રૂ. ૬પ કરોડ સભ્યોને આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના બંગલે આ સોદા થયા છે. મુખ્યમંત્રી આ રૂપિયા લાવ્યા કયાંથી કહેતા જ મુખ્યમંત્રી ગુસ્સે થઇ ગયા અને તમે તમારા સભ્યો સાચવી શકતા નથી એમાં અમે શું કરીએ.

આમ સામસામા આક્ષેપોનો મારો અને ભારે હોહા થતા અધ્યક્ષે સૌ સભ્યોને કડક તાકીદ કરી વાતાવરણ શાંત પાડવામાં આવ્યું.

(4:07 pm IST)