ભાજપ કોઈને નાણા આપીને પક્ષમાં લાવ્યુ નથી : નાણાં આપ્યાનું કોંગ્રેસ સાબિત કરે: મુખ્યમંત્રી રૃપાણીનો પડકાર

અમદાવાદ :વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયાનો મુદ્દો ઉઠાવ્યો છે. જેથી વિધાનસભામાં ખુદ સીએમ રૂપાણીએ મોરચો સંભાળ્યો છે. શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, તમે બન્ને નેતાને નાણા આપીને લાવ્યા છે. તેના જવાબમાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયાને નાણા આપ્યા હોવાનું સાબિત કરે. ભાજપ કોઈને નાણા આપીને પક્ષમાં લાવ્યુ નથી.
બીજીતરફ ગુજરાતમાં 5 ધારાસભ્યો વંડી ટપી જતાં ભાજપ ખુશખુશહાલ થઈ ગઈ છે. ભાજપ કોઈ પણ ભોગે નરહરી અમીનને રાજ્યસભામાં મોકલવા માટે કટિબદ્ધ છે પણ 5 નેતાના રાજીનામા બાદ પણ રાજ્યસભાના ગણિતો કહે છે કે નરહરિ અમીન માટે પણ આ રસ્તો સરળ નથી. બીટીપીના 2 ધારાસભ્યો અને એનસીપીના એક મતની ભાજપને ફરજિયાત જરૂર પડશે. આ 3 મતો કોંગ્રેસે સેરવી લીધા તો નરહરિ અમીનને મુશ્કેલી વધશે. કોંગ્રેસ પાસે ભલે હવે તક નથી પણ નરહરી અમની માટે પણ આ મુશ્કેલી છે કારણ કે બીટીપી અને એનસીપી પણ તડજોડ કરશે એ વાત નક્કી છે.