ગુજરાત
News of Monday, 16th March 2020

ગુજરાતી ફિલ્મોમાં 'છોટે રમેશ મહેતા' ફેઈમ ઇકલાબ કેસ્ટોનું માર્ગ અકસ્માતમાં નિધન

વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે માર્ગ અકસ્માતમાં તેમનું મોત

વડોદરા : ગુજરાતી ચલચિત્રોમાં કોમેડિયનનો રોલ કરનારા પ્રસિદ્ધ કલાકાર ઇકબાલ કેસ્ટોનું નિધન થયું છે. મળતી માહિતી પ્રમાણ ઈકબાલ કેસ્ટોએ 100થી વધારે ગુજરાતી ફિલ્મમોમાં કામ કર્યું છે. ગુજરાતી ફિલ્મોના ચાહકો ઈકબાલ કેસ્ટોને છોટે રમેશ મહેતા તરીકે ઓળખતા હતા.

  ઈકબાલ કેસ્ટોએ પણ રમેશ મહેતાની જેમ લોકોના દિલ પર રાજ કર્યું હતું. વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે માર્ગ અકસ્માતમાં તેમનું મોત થયું છે. તેઓ 100થી વધારે ગુજરાતી ફિલ્મોમાં કોમેડિયન તરીકે રોલ કરી ચુક્યા છે.

  ઈકબાલ કેસ્ટો મૂળ ડભોઈના રહેવાશી હતા. ઈકબાલ કેસ્ટોના મોતથી તેમના ચાહક વર્ગમાં ઉદાસી વ્યાપી ગઈ છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે

(1:22 pm IST)