શંખેશ્વરમાં આરએસએસના સેવા વિભાગ દ્વારા કોરોના વાયરસ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
રોગ પ્રતિકારક શક્તિ વર્ધક હોમિયોપેથીક દવાનું વિતરણ કરાયું

શંખેશ્વર:શંખેશ્વરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવા વિભાગ દ્વારા કોરોના વાઇરસ બાબતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો
શંખેશ્વર ગ્રામ પંચાયત અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવા વિભાગ દ્વારા કોરોના વાઇરસ ની ગંભીરતા અને સાવચેતીના પગલારૂપે જાગૃતિ કાર્યક્રમ સાથે રોગ પ્રતિકારક શક્તિ વર્ધક હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવેલ હતું
આ કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શંખેશ્વર તાલુકાના સેવા વિભાગ અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરેલ જેમાં પાટણ જિલ્લા સેવા પ્રમુખ નિલેશભાઈ ગોહિલ તાલુકા, સહ કાર્યવાહ ભરતભાઈ ઠાકોર તાલુકા પંચાયત સભ્ય જગદીશભાઈ ડાભી, નરેશભાઈ સિંધવ, ભરતભાઇ ગોહિલ,મહેશભાઈ દેસાઈ, વિપુલભાઈ બારોટ,મુકેશભાઈ પ્રજાપતિ,સોમાભાઈ રથવી, જયરામભાઈ રાવળ ખોડાભાઈ વઢેર, જગમાલભાઇ આર્ય તેમજ રીલાયન્સ ફાઉન્ડેશનના વ્રજલભાઈ રાજગોર ઉપસ્થિત રહેલ હતા.