મને આખી સંપત્તિ આપી દેય તો પણ હું ભાજપમાં જવાનો નથી:કોંગ્રેસના ધારાસભ્ય પ્રભાત દુધાત
જે પણ ધારાસભ્યો વેચાઇ ગયા છે તેમના હાલ ખરાબ કરી નાખવામાં આવશે :જનતા કયારેય ગદારોને માફ નહિ કરે

સુરત : રાજય સભાની ચાર બેઠકો માટે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ધમાસાન ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. તેવા સમયે સુરત આવેલા સાવરકુંડલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે, નબળા લોકોને ભાજપ શિકાર બનાવી રહી છે. પરંતુ મને આખી સંપતી ભાજપ આપી દેય તો પણ હુ ભાજપમાં જવાનો નથી
પ્રતાપ દુધાતે આજે સુરતમાં પત્રકાર પરિષદ સંબોધન કરતા જણાવ્યું હતું કે, 'ખેડુતો સહિત સામાન્ય જનતા ભાજપથી નારાજ છે. નોટબંધી સમયે જે રૂપિયા ભાજપે ભેગા કર્યા એનાથી નબળી માનસીકતા વાળા ધારાસભ્યોને ખરીદવાનો ખેલ ચાલી રહ્યો છે.'
તેમણે કહ્યું કે, 'જે પણ ધારાસભ્યો વેચાઇ ગયા છે તેમના હાલ ખરાબ કરી નાખવામાં આવશે, જનતા કયારેય ગદારોને માફ નહિ કરે. અમને નેતોઓને એવું લાગે છે કે, ભાજપના કેટલાક ધારાસભ્યો પણ કોંગ્રેસને વોટ આપશે, મારી પાર્ટીનો આદેશ હોઇ તો હું કશે પણ જવા તૈયાર છુ., મને ભાજપ તમામ સંપતી આપી દેય તો પણ હું ભાજપમાં નહિ જોડાઉ'.
દુધાતે વધુમાં જણાવ્યું હતું કે, 'દેશ હાલમાં આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે ભાજપ રૂપિયાનો ખોટી જગ્યાએ ઉપયોગ કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી લોકો જોવે જ છે કે ભાજપમાં સુજબુજ વાળા માણસો નથી જેથી સરકારને ચલાવવા માટે સુજબુજ વાળા માણસોને તેઓ કોંગ્રેસમાંથી લઇ જઇ રહ્યા છે. ભાજપ ગમે તેટલા પ્રયાસ કરે પણ મને કયારેય ખરીદી ન શકે'.