ઉમેદવારી પાછી ખેંચવાની ખેંચતાણ વચ્ચે ભરતસિંહ સોલંકીએ કહ્યું- કોંગ્રેસ બંને બેઠક પર વિજય મેળવશે
ભરતસિંહ સોલંકી બેઠકમાંથી બહાર નીકળ્યા ત્યારે કંઈ નવાજૂની થવાની અટકળો

અમદાવાદ : રાજ્યસભાની ચૂંટણીની કોંગ્રેસની રણનીતિ પર હવે પાણી ફરી ગયું છે.કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ડેમેજ કંટ્રોલ કરવા આવ્યા છે ભરતસિંહનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાય તેવી અટકળો વચ્ચે કોંગ્રેસના બંને ઉમેદવારો જીતશે તેવો ભરતસિંહે દાવો કર્યો હતો જે ઘણો સૂચક મનાય છે
એક ચર્ચા મુજબ ભરતસિંહ સોલંકી ઉમેદવારી પાછી ખેંચવાના મૂડમાં નથી,ભરતસિંહ સોલંકીની તરફેણમાં મોટાભાગના ધારાસભ્યો હોય ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણી લડવા ઇચ્છુક છે
એક સમયે ભરતસિંહ બેઠકમાંથી બહાર નીકળ્યા ત્યારે કંઈ નવાજૂની થવાની અટકળો ચાલી હતી. પરંતુ તેઓ થોડી જ મિનિટોમાં બેઠકમાં પરત ફર્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસના બંને ઉમેદવાર ભરતસિંહ અને શક્તિસિંહ સહિત, શૈલેષ પરમાર ઉપસ્થિત રહ્યા છે
આ બેઠકમાં કોંગ્રેસના બંને ઉમેદવાર ભરતસિંહ અને શક્તિસિંહ સહિત, શૈલેષ પરમાર ઉપસ્થિત રહ્યા છે. આ સ્થિતીમાં સિદ્ધાર્થ પટેલના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં પ્રભારી રાજીવ સાતવ હવે શું નિર્ણય લે તેના પર સૌ કોઇની નજર મંડાયેલી છે ભાજપ તોડજોડની રાજનીતિ કરી રહ્યું છે. ભરતસિંહે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.હતો