ગુજરાત
News of Sunday, 5th May 2024

રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા; પોલીસ મહાનિદેશક અને જેલોના ઇન્સપેક્ટર જનરલ ડો.કે. એલ.એમ.એન. રાવ ની સુચનાથી જેલોમાં કેદીઓ માનસિક તણાવ ન રહે તથા વ્યસન મુક્ત થાય અને જેલમાં પણ સંગીત સત્સંગ અને ધર્મનું જ્ઞાન મળી રહે તેવા આશ્રયથી રાજપીપળા જીલ્લા જેલ ખાતે નિલકંઠ ધામ પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા ભજન કિર્તન અને વ્યસન મુક્તિ માટેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.

સંતો દ્વારા ઘણા કેદીઓને ગુનાહિત પ્રવૃતી છોડી સત્યનો માર્ગ અપનાવાવાની સલાહ આપવામાં આવી હતી. અને ઘણા કેદીઓની ઈચ્છા મુજબ કંઠી (માળા) પહેરાવી વ્યસન મુક્ત રહે તેવી સંતો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.આ પ્રસંગે રાજપીપલા જીલ્લા જેલના તમામ કેદીઓ તથા સ્ટાફ કર્મચારીઓ અને અધિક્ષક આર.બી. મકવાણા નાઓએ સાથે રહી આવો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

(12:08 am IST)