ગુજરાત
News of Sunday, 5th May 2024

સુરતમાં ઠેર ઠેર લાગ્યા 'ચાલો રાજકોટ' ના પોસ્ટર્સ: રાજકોટ બેઠક પર મતદાન વધારવા પ્રયાસ કરાયા

સુરતનાં યોગીચોક, વરાછા રોડ, હીરાબાગ અને મોટાવરાછા સહિતનાં વિસ્તારોમાં પોસ્ટર: કતાર ગામ, અમરેલી, પુણામાં પણ ચાલો રાજકોટનાં બેનર લાગ્યા

સુરત :લોકસભા ચૂંટણીને લઈ સુરતમાં મતદાન કરવાનાં પોસ્ટર્સ લાગ્યા છે. ચાલો રાજકોટ મતદાન કરવા નાં પોસ્ટર્સ સમગ્ર સુરત શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા.

   રાજ્યભરમાં સાંજે 6 વાગ્યા બાદ પ્રચાર પડઘમ શાંત થઈ જશે. વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.તો બીજી તરફ સુરતમાં રહેતા રાજકોટવાસીઓ મતદાન કરવા માટે વતન જાય તેવી અપીલ પોસ્ટર લગાવીને કરવામાં આવી છે.
   સુરતમાં ઠેર ઠેર 'ચાલો રાજકોટ' ના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. ત્યારે 'ચાલો રાજકોટ મતદાન કરવા'ના પોસ્ટર્સે સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાજકોટ અને સૌરાષ્ટ્રની બેઠક પર મતદાન વધારવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં વતનીઓને અપીલ કરતા પોસ્ટર્સ લગાવાયા છે.
   સુરતનાં યોગીચોક, વરાછા રોડ, હીરાબાગ અને મોટાવરાછા સહિતનાં વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તેમજ કતાર ગામ, અમરેલી, પુણામાં પણ ચાલો રાજકોટનાં બેનર લાગ્યા છે. ત્યારે પ્રતિષ્ઠાનો જંગ બનેલી રાજકોટ બેઠક પર મતદાન વધારવા પ્રયાસ હાથ ધરાયો છે.

   

(10:10 pm IST)