વડોદરામાં લોકસભા ચૂંટણી માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ‘‘રન ફોર બેટ’’ કાર્યક્રમ યોજાયો
વધુને વધુ મતદાન થાય તે માટે અપીલ કરાઇ

વડોદરા : રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીને દિવસેને હવે માત્ર ગણતરીના કલાકો જ છે. ત્યારે આવામાં ચૂંટણી પંચ અને તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાલ તો રાજ્યમાં ઠેરઠેર રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વડોદરામાં પણ 'રન ફોર વોટ'નું આયોજન કરાયું હતું.
વડોદરા લોકસભા બેઠકની માટે 7 મેના રોજ મતદાન યોજાનાર છે. જેને લઈને દરેક પક્ષો દ્વારા ભારે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તેના માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં હાલ રાજ્યના વિવિધ શહેરો તેમજ વિસ્તારોમાં 'રન ફોર વોટ'નું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા જિલ્લાના પાંચ વિધાનસભા મત વિભાગોમાં પણ 'રન ફોર વોટ'ના કાર્યક્રમ થકી મતદાન જાગૃતિ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે 5,મે ના રવિવારના રોજ વડોદરા ખાતે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો જેમાં મતદારોને મહત્તમ મતદાન થાય તેના માટે અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
ચૂંટણી તંત્ર દ્વારા TIP (ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન) અને SVEEP અંતર્ગત વડોદરા શહેર ઉપરાંત પાદરા, વાઘોડીયા, કરજણ, સાવલી અને ડભોઈ વિધાનસભા મત વિભાગમાં પણ મતદાન જાગૃતિ અંગે "રન ફોર વોટ" કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.