ગુજરાત
News of Sunday, 5th May 2024

ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના સામે આવી

ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થવા પામ્યા છે અને હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

 

ડીસા, તા.૫

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના સામે આવી છે. ત્રણ જેટલા હુમલાખોર સામે ડીસા પોલીસ મથકે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થવા પામ્યા છે અને હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદથી પશુઓને ટ્રક મારફતે જૂના ડીસાની પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ડીસામાં કેટલાક શખ્શોએ જીવદયા પ્રેમીની ઓળખ આપીને ઘર્ષણ સર્જ્યું હતું. પશુઓને ટ્રકમાં SRP જવાનોની સુરક્ષા સાથે લાવવામાં આવ્યા હતા. સામ સુરક્ષા કર્મી જવાનો પર આ શખ્શોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.

ટ્રકનું રક્ષણ કરી રહેલા SRP જવાનોની સાથે બોલાચાલી કરીને ઘર્ષણ કર્યું હતુ અને સાથે જ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના અંગે ડીસા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધીને પોલીસે તપાસ શરુ કરી છે. જીવદયા પ્રેમી હોવાનું દર્શાવીને સુરક્ષા જવાનો પર હુમલાને લઈ લોકોમાં પણ રોષ ફેલાયો હતો. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે.

(11:43 am IST)