ગુજરાત
News of Sunday, 5th May 2024

અમિતભાઇ શાહના પ્રહાર: કહ્યું - કર્ણાટકમાં કોંગ્રેસે મુસ્લિમોને OBCમાંથી ભાગ આપ્યો :ભાજપે નકસલવાદને ખતમ કર્યો

ગૃહમંત્રીએ કહ્યું - રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં કોંગ્રેસના નેતા હાજર રહ્યાં ન હતા.

છોટાઉદેપુરના બોડેલીમાં સભા સંબોધ્યા બાદ ગૃહમંત્રી અમિતભાઇ શાહ નવસારીના વાંસદા પહોંચ્યા હતા.જનસભામાં અમિતભાઈ શાહે કહ્યુ કે આંતકવાદ, ભષ્ટ્રાચાર સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસ પાર્ટીને ઘેરી છે.તેઓએ જણાવ્યુ કે ST અને OBCના ભાગની અનામત મુસ્લિમોને આપવામાં આવી છે. કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી મુસ્લિમોને OBCમાંથી ભાગ આપ્યો છે. રામ મંદિરના મુદે પર પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે

  અમિતભાઇ શાહે જણાવ્યુ કે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં કોંગ્રેસના નેતા હાજર રહ્યાં ન હતા. ભાજપ જે કહે છે તે કરી બતાવે છે.ભાજપે નકસલવાદને પણ ખતમ કર્યો છે. જ્યારે ઈન્ડીયા ગઠબંધનના વડાપ્રધાન કોણ બનશે તેનો તેમના પાસે જવાબ નથી.

અમિતભાઈ  શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે આતંકવાદ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે કોંગ્રેસને ઘેરી હતી. અમિતભાઈ  શાહે કહ્યુ કે રાહુલ ગાંધી રસી પર પહેલા સવાલ ઉઠાવતા હતા. કોંગ્રેસે મહામારીમાં પણ રાજનીતિ કરી હતી. બીજી તરફ અમિતભાઈ  શાહે કહ્યુ કે ભાજપ જે કહે છે તે કરીને બતાવે છે. રામ મંદિરની વાત કરી અને તે બનાવીને બતાવ્યુ.

(7:09 pm IST)