હિન્દુવાદી નેતાઓની હત્યાનું કાવતરું રચનાર કટ્ટર મુસ્લિમ મોલવીની ધરપકડ
હિંદુવાદી નેતા ઉપદેશ રાણાને ધમકી આપનાર મોલવી સોહેલ અબુબકરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છેઃ મોલવી મૂળ મહારાજના નંદુબાર જિલ્લાના નવાપુરનો વતની છે

સુરત, તા.૫
કટ્ટર મુસ્લિમ વાદી મોલવી ની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.હિંદુવાદી નેતા ઉપદેશ રાણા ને ધમકી આપનાર મોલવી સોહેલ અબુબકરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. હૈદરાબાદના ધારાસભ્ય રાજા સિંગ, ભાજપની પૂર્વ મહિલા નેતા નૂપુર શર્મા, સહિત સુદર્શન ચેનલના એડિટર સુરેશ ચવ્હાણની હત્યા સાજીક કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચનાં હાથે ઝડપાયેલા કટ્ટર મોલવીએ નેપાળ અને પાકિસ્તાનના નંબરથી ફોન કરવામાં આવતો હતો. મોબાઈલમાંથી દસ્તાવેજ મળી આવ્યા છે. સુરતના ગોડાદરામા આવેલ સાઇ સૃષ્ટી બિલ્ડીંગમાં રહેતા સનાતન સંઘ એન.જી.ઓ સાથે સંકળાયેલા ઉપદેશ રાણાને ગત તારિખ ૦૪/૦૧/૨૦૨૪ ના રોજ રાત્રી ૧૦.૩૦ વાગ્યાના અરસામાં એક અજાણ્યા મોબાઇલ નંબર ફોન આવ્યો હતો. અજાણ્યા ઈસમે ફોન પર ઉપદેશ રાણા તુ સુરત મેં કીસ જગહ છુપા હુઆ હૈ, અપના એડ્રેસ ખુદ હી બોલ દે. નહી તો હમ તો તેરે કો ઢુંઢ હી લેંગે, મહારાષ્ટ્ર સે તેરા પતા નિકલને કે લિએ હમારા પુરા ગ્રુપ સુરત આ ગયા હૈ તેરી ગર્દન ઉતાર કર લે જાયેંગે આ રીતેનાં જાનથી મારવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે ગોડાદરા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા ઉપદેશ રાણાને ધમકી આપનાર આરોપીને પકડી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસની સફળતા મળી છે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ભરીમાતા ફુલવાડી ખાડી રોડ આઇકરા એપાર્ટમેન્ટ પાસે થી આરોપી મોલવી સોહેલ અબુબકરનીને ઝડપી પાડયો છે. બોલવું છે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આરોપી પાકિસ્તાન તેમજ અન્ય દેશના વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પરથી ફોન કર્યા હતા. આ મૌલવી પાકિસ્તાનથી ગન મંગાવતો હતો અને પાકિસ્તાનથી પણ વેપન જલ્દી આપવાની વાત કરાઈ હતી. હથિયાર જલ્દી મંગાવવા બાબતેની પણ ચેટ મળી છે. આ ઈસમો લુડો જેવી ગેમ કે જેમાં ચેટિંગ થઈ શકે તેનો ઉપયોગ વાત કરવા માટે કરતા હતા. ઉપદેશનું નામ અનિસમોએ ઢકકન આપ્યું હતું. કોડવર્ડ નામના આધારે જ આ મૌલવી તેના સાગરીતો સાથે વાત કરતો હતો. હિન્દૂવાદી નેતાઓના નિવેદનને લઈને આ મૌલવી લોકોને ટાર્ગેટ કરતો હતો. હિન્દૂનેતાને મારવા માટે ૧ કરોડ રૂપિયા આપવાની વાત મૌલાવીએ પાકિસ્તાનના હેન્ડલરને કરી હતી.
અગાઉ પણ ઉપદેશ રાણાને પાકિસ્તાન ઉપરાંત અલગ અલગ દેશોમાંથી જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે.કિશન ભરવાડ હત્યા કેસ દરમિયાન પણ ટિપ્પણી મુદ્દે ઉપદેશ રાણાને ધમકી મળી હતી ઉપેદેશ રાણા જે NGO ચલાવે છે તેના સંઘના કમલેશ તિવારીની વિધર્મીઓના ધર્મ ગુરૂ પર ટિપ્પણી કરવા બદલ ૨૦૧૯માં લખનૌઉમાં હત્યા કરવામાં આવી હતી. ઉપદેશ રાણા સહિત હૈદરાબાદના હિન્દુવાદી નેતા રાજા સિંગ તેમજ સુદર્શન ન્યૂઝના એડિટર ઇન ચીફ સુરેશ ચૌહાણ સાથેજ નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું ષડયંત્ર હતું.
મોલવી મૂળ મહારાજના નંદુબાર જિલ્લાના નવાપુરનો વતની છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામમાં રહેતો હતો.કઠોર-અંબોલી ગામમાં મુસ્લીમ બાળકોને ઈસ્લામ ધર્મ અંગેનુ ખાનગી ટ્યુશન ચલાવે છે.સાથે જ લસકાણા ડાયમંડ નગર ખાતે ધાગા ફેકટરીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. મૌલાના પાકિસ્તાન અને નેપાળના લોકોના સંપર્કમાં હતો. હિન્દુ ધર્મના નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની હત્યા કરવાનું ષડયંત્ર કરતો હતો. સનાતન સંઘના નામથી NGO ચલાવતા ઉપદેશ રાણાને જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલે ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે ધમકી આપનાર મોલવીની પોલીસે ધરપકડ કરી છે .જ્યારે સમગ્ર મામલે ખુલાસો થયો છે.