ભરુચ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મી કિરીટ વાળાએ પોતાની સર્વિસ ગનથી ફાયરિંગ કરી આપઘાત કર્યો
ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં : દામ્પત્ય જીવનમાં ચાલતી તકરાર જવાબદાર હોવાનું અનુમાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મીએ પોલીસ ક્વાર્ટસમાં પોતાની સર્વીસ ગનથી ત્રણ રાઉન્ડ ફાયર કરીને જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી ગઇ હતી.ઘટનના પગલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાલાભાઈ વણકર એ પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી ક્યુઆરટી વિભાગ માં હેડ કોન્સ્ટેબલ તરીકે કિરીટ વાળા ફરજ બજાવતા હતા,તેમને અને તેમની પત્ની વચ્ચે દાંપત્ય જીવનને લઈને તકરાર થતા મામલો ગરમાયો હતો તેમની પત્ની ઘરેથી નીકળી જતા રોષે ભરાયેલા કિરીટ વણકરે પોતાની સર્વિસ ગનથી ફાયરિંગ કરી જીવન લીલા સંકેલી હોવાની ચર્ચા સંભળાઈ રહી છે આ ઘટના બાદ દોડધામ મચી ગઇ હતી.
ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિત એફએસએલ સહિતની ટીમો સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.ઘટનામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે. બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવી તેમના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે સિવીલ હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.