ગુજરાત
News of Sunday, 5th May 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મોકૂફ રાખેલી પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર : નવા કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે

સ્થગિત કરવામાં વહેલી પરીક્ષાનું હવે તારીખ 11/5, 13/5, 14/5, 16/5, 17/05 અને 20/5 ના રોજ 4 શીફ્ટમાં આયોજન

જુનિયર ક્લાર્ક સહિતના કેડરની જા. ક્ર. 212/2023-24 પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વની અપડેટ સામે આવી રહી છે. લોકસભા ચૂંટણીને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મોકૂફ રાખેલી પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે.  તારીખ 11, 13, 14, 16, 17 અને 20 ના રોજ આ મોકૂફ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પરીક્ષાના કોલલેટર (પ્રવેશ પત્ર) આજે સાંજે 6:00 કલાક થી પરીક્ષા દિવસ સુધી ડાઉનલોડ કરી શકાશે.

  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Group-A and Group-B Combined Competitive Examination) અંતર્ગત કુલ 5554 જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાને અગાઉ તા. 20, 21,27 અને 28 એપ્રિલ તથા 4 અને 5  મે ના રોજ સ્થગિત કરવામાં આવી હતી જે હવે તારીખ 11/5, 13/5, 14/5, 16/5, 17/05 અને 20/5 ના રોજ 4 શીફ્ટમાં આયોજન કરવામાં આવ્યું છે. અગાઉની જાહેરાત પ્રમાણે ઉમેદવારોએ નવા કોલલેટર તા. 8/5/2024 ના રોજથી ડાઉનલોડ કરવાના હતા પરંતુ નવીનત્તમ જાણકારી અનુસાર મંડળ દ્વારા કોલલેટર આજે સાંજે 6:00 કલાકથી ડાઉનલોડ કરી શકાશે.

  કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?

(10:01 am IST)