હવે ડોલ્ફિન જોવા ગોવા સુધી જવાની જરૂર નથી હવે ગુજરાતમાં બન્યું છે ઘર :નજીકથી જોવા - જાણવા વહેલી તકે પહોંચી જાઓ
1600 કિલોમીટર કોસ્ટ લાઈન ધરાવતા ગુજરાતમાં કચ્છથી લઈ વલસાડ સુધી ડોલ્ફિનની હાજરી

અમદાવાદ : ભારતમાં ડોલ્ફિનનો ઉલ્લેખ થાય એટલે તુરંત ગોવા નજર સામે આવે છે. ગોવા જઈને તમે ડોલ્ફિનને નજીકથી જોઈ શકો છો. અહીંના પાલોલેમ બીચ, કોકો બીચ, કેવેલોસીમ બીચ, સિંકવેરિમ બીચ, મોર્જિમ બીચ પર વહેલી સવારે દરિયાની લહેરોમાં ડોલ્ફિન જોવાની ખૂબ મજા આવે છે.જોકે હવે ગોલફિન જોવા ગોવા સુધી જવાની જરૂર નથી
અત્યંત સુંદર અને પ્રેમાળ સ્વભાવના આ જીવ ગુજરાતને તેનું નવું ઘર બનાવી રહ્યા છે. 1600 કિલોમીટર કોસ્ટ લાઈન ધરાવતા ગુજરાતમાં કચ્છથી લઈ વલસાડ સુધી ડોલ્ફિનની હાજરી જોવા મળી રહી છે.
તાજેતરમાં વલસાડ નજીકનો એક વિડીયો સામે આવ્યો છે. અહીં દહાણુ નજીકના અરબ સમુદ્રના કિનારે બે ડોલ્ફિન નજરે પડી હતી. આ પહેલો મામલો નથી જયારે અરબ સમુદ્રમાં ડોલ્ફિન નજરે પડી હોય પણ પોતાના સુંદર દેખાવ અને છટાના કારણે આકર્ષણનું કેન્દ્ર બનતી ડોલ્ફિને ફરી પોતાની હાજરી નોંધાવી હતી.
ડોલ્ફિન શિકાર કરતા કરતા કિનારા પર આવી ગઈ હતી પરંતુ ભરતી ઉતરી જતા બે ડોલ્ફિન છીછરા પાણીમાં ફસાઈ ગઈ હતી. એક સમયે પાણીના અભાવે બંને ડોલ્ફિન મૃત્યુ પામે તેવો પણ ભય દેખાયો હતો પણ પ્રકૃતિ પ્રેમી સ્થાનિકોએ બંને ડોલ્ફીનને રેસ્ક્યુ કરી સલામત સમુદ્રમાં મુક્ત કરી હતી.
દક્ષિણ ગુજરાતમાં માત્ર વલસાડના સમુદ્ર કિનારે જ નહીં પણ સુરતનજીક અને નર્મદાના પાણી સુધી ડોલ્ફિનની હાજરી નોંધાઈ છે. જળચરના નિષ્ણાંત રમેશ દવેએ જણાવ્યું હતું કે ખોરાક માટે ઉત્તમ સ્થળ અને રહેવા અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ થતા ગુજરાત ડોલ્ફિનનું નવું ઘર બની રહ્યું છે તેમ કહીએ તો અતિશયોક્તિ કહેવાશે નહીં.
ગુજરાતનો સમુદ્ર હિલ્સા સહીત અનેક માછલીઓ અને ડોલ્ફિન પ્રજાતિઓની હાજરી ધરાવે છે અને જે મુલાકાતીઓમાં વર્ષોથી આકર્ષણનું કારણ બની રહી છે. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત ખાસ દેશના સૌથી મોટા કોસ્ટલાઇન સાથે વિવિધ જીવસૃષ્ટિથી સમૃદ્ધ વિસ્તાર છે. ગુજરાત ડોલ્ફિનના રહેઠાણ માટે આદર્શ પરિસ્થિતિ ઉભી કરે છે.
અહીંનો દરિયાકાંઠાના વિસ્તારો મેન્ગ્રોવ જંગલ, રેતાળ દરિયાકિનારા અને પરવાળા તથા દરિયાઈ ઘાસનાં મેદાનોથી ભરપૂર છે જે વૈવિધ્યસભર પણ અનુકૂળ વાતાવરણની રચના કરી ડોલ્ફિન વસ્તીને વધવામાં મદદરૂપ બને છે. રમતિયાળ સ્વભાવ ધરાવતી ઈન્ડો-ઓશન હમ્પબેક ડોલ્ફિનથી લઈને એક્રોબેટિક સ્પિનર ડોલ્ફિન સુધીની દરેક પ્રજાતિ આ પ્રદેશની જળ