News of Sunday, 5th May 2024
પહેલા એ કહો ,,,કોંગ્રેસે 55 વર્ષમાં કોની ભેંસ ચોરી લીધી ? પ્રિયંકા ગાંધીના પ્રહાર
પ્રિયંકા ગાંધીએ લાખણી ખાતે યોજાયેલી સભામાં રાજપૂત સમાજની મહિલાઓના અપમાનથી લઈને નોટબંધી સહિતના મુદ્દા પર બીજેપી પર આકરા પ્રહાર કર્યાં

બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ લાખણી ખાતે યોજાયેલી સભામાં રાજપૂત સમાજની મહિલાઓના અપમાનથી લઈને નોટબંધી સહિતના મુદ્દા પર બીજેપી પર આકરા પ્રહાર કર્યાં હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી અને બીજેપી ઉપર પણ આકરા પ્રહાર કર્યાં હતાં.
(6:44 pm IST)