અન્ડરક્વર અેજન્ટના રોલમાં મૌની રોયની કમાલ

ટીવી પરદે નામના મેળવી હવે બોલીવૂડમાં પહોંચી ચુકેલી અભિનેત્રી મોૈની રોય હવે ડિજીટલ પ્લેટફોર્મ પર પણ કામ કરી રહી છે. તેની ફિલ્મ 'લંડન કોન્ફિડેંશિયલ' સ્ટ્રીમ થઇ ચુકી છે. આ એક અનોખી સિચ્યુએશનલ સ્પાઇ થ્રિલર ફ્રેન્ચાઇઝી છે. ઝીફાઇવ દ્વારા અનેક ઓરિજિનલ ફિલ્મો અને સિરીઝ થકી દર્શકોનું મનોરંજન કરવામાં આવી રહ્યું છે. તેમાં આ વધુ એકનો ઉમેરો છે. જેમાં મુખ્ય રોલ મોૈનીએ નિભાવ્યો છે. આ ફિલ્મમાં મોૈની રોય તથા પુરબ કોહલી અને કુલરાજ રંધાવા અન્ડરકવર એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. કહાની મહામારી પછીના સમયની છે. સંક્રમણ ફેલાવવાના કાવત્રા પાછળ કોણ? તે શોધવા માટેની વાત છે. હુશેન જૈદી દ્વારા રચિત આ ફિલ્મમાં સાગર આર્ય, પરવેશ રાણા, જસ બિનાગ, દિલજોન સિંહ અને કિરેન પણ ખાસ રોલમાં છે. ફિલ્મનું નિર્માણ અજય જી. રાય અને મોહિત છાબડાએનું છે. જ્યારે નિર્દેશક કંવલ સેઠી છે. મોૈની આ ફિલ્મની આતુરતાથી રાહ જોતી હતી. ફિલ્મમાં તેનો જબરદસ્ત અભિનય રહ્યો છે. મોૈનીના પિતા તેને આઇએએસ ઓફિસર બનાવવા ઇચ્છતા હતાં. પરંતુ નસિબ તેને અભિનય ક્ષેત્રે લાવ્યું છે. તે અહિ સફળ થઇને ખુશ છે.