સાયકોલોજીક થ્રિલરનું શુટીંગ શરૂ કરશે મહેશ

હિન્દી અને મરાઠી ફિલ્મોના ખુબ જાણીતા અભિનેતા મહેશ માંજરેકર સાઇકલોજીકલ થ્રિલર ફિલ્મમાં મુખ્ય રોલમાં જોવા મળશે. ટેકસી નંબર-૨૪ નામની આ ફિલ્મનું નિર્દેશન સોૈમિત્રાસિંહ કરી રહ્યા છે. મહેશ સાથે ફિલ્મમાં પાતાલલોક ફેઇમ જગજીત સંધુ અને અનંગશા બિશ્વાસ પણ છે. ફિલ્મનું શુટીંગ આગામી ટુંક સમયમાં જ શરૂ થઇ જશે. નિર્માતા સવિરાજ શેટ્ટી આ ફિલ્મની સ્ટોરી લોકો સુધી ઝડપથી પહોંચાડવા આતુર છે. ફિલ્મ વિશે સોૈમિત્રાએ કહ્યું હતું કે આ ફિલ્મની કહાની એ દર્શાવશે કે જિંદગીમાં કઇ રીતે અચાનક જ વણનોતર્યા આશ્ચર્ય આવી જાય છે. હું આ ફિલ્મના તમામ કલાકારો સાથે કામ કરવા ઉત્સાહિત છું. મારો આ ફિલ્મ બનાવવાનો અનુભવ ખુબ જ યાદગાર રહેશે. મહેશ માંજરેકર ઉપરાંત ગિરીશ શર્મા, રજત અરોરા, શાલિની ચોૈહાણ, અમિશા સિન્હા, અંકિતા સાહુ, તુષાર રૃંગતા પણ ખાસ રોલમાં કામ કરી રહ્યા છે.