હિન્દી રિમેક માટે ડબીંગ શરૂ કર્યુ ઉર્વશી રોૈતેલાએ

બોલ્ડ એન્ડ બ્યુટીફુલ અભિનેત્રી ઉર્વશી રોૈતેલા બોલીવૂડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ સક્રિય રહે છે. સોશિયલ મિડીયા પર તો ઉર્વશી સતત સક્રિય રહે જ છે, સાથોસાથ ફિલ્મોમાં પણ કામ કરતી રહે છે. તેની એક ફિલ્મ તાજેતરમાં ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. વર્જીન ભાનુપ્રિયા નામની આ ફિલ્મ જો કે ખાસ સફળ રહી નહોતી. હાલમાં ઉર્વશી સુસી ગણેશન નિર્દેશીત ૨૦૧૭માં આવેલી થિરૂટ્ટુ પેલે-૨ને હિન્દીમાં ડબ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં બોબી સિમ્હા, પ્રસન્ના અને અમલા પોલ મુખ્ય ભુમિકામાં છે. હિન્દી રિમેકનું નામ હજુ નક્કી થયું નથી. જેનું શુટીંગ વારાણસી અને લખનોૈમાં મોટા પાયે કરવામાં આવશે. ઉર્વશી, વિનીત કુમાર સિંહ સાથે રિમેકમાં રોમાન્સ કરતી જોવા મળશે. ઉર્વશીએ હિન્દી રિમેક માટે ડબીંગ શરૂ કરી દીધું છે. તે આ કામ માટે ખુબ સકારાત્મક છે. તે આ ફિલ્મમાં ગ્લેમર અને દેસી એમ બંને અંદાજમાં જોવા મળશે. તાજેતરમાં ઉર્વશીએ હૈદરાબાદમાં ફિલ્મ બ્લેકરોઝનુ શુટીંગ પુરૂ કર્યુ છે. આ ઉપરાંત તેણે એક કન્નડ ફિલ્મ પણ કરી છે.