ફિલ્મ જગત
News of Monday, 16th March 2020

કોરોનાને કારણે અમિતાભ બચ્ચન રવિવારે ચાહકોને ન મળ્યા

ટ્વિટ કરી ચાહકોને 'જલસા' પર ન આવવા કહ્યુ

મુંબઇ તા. ૧૬: હિન્દી ફિલ્મ દુનિયાના મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના વાયરસના વધતા પ્રકોપની વચ્ચે પોતાના ચાહકોની સાથે પોતાના સાપ્તાહિક મુલાકાત રવિવારે રદ કરી દીધી છે. ૭૭ વર્ષીય અભિનેતા બચ્ચને જુહુ  સ્થિત પોતાના નિવાસ સ્થાન 'જલસા'માં છેલ્લા ૩૭ વર્ષથી પોતાના ચાહકોને પ્રત્યેક રવિવારે  મુલાકાત આપી રહ્યા છે. બચ્ચને ટ્વીટ કર્યુ કે 'તમામ શુભચિંતકોને વિનમ્ર અનુરોધ છે કે કૃપા કરીને આજે જલસાના દરવાજે આવતા નહી... રવિવારે હું મળવા આવીશ નહી.' અમિતાભ બચ્ચને પોતાના ચાહકોને કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને સાવધાની રાખવાની અપીલ કરતા કહ્યુ કે, 'સાવચેતી રાખો, સુરક્ષીત રહો.' બચ્ચને ટ્વીટ કરીને જણાવ્યુ કે 'જલસા પર રવિવાર દર્શન રદ છે.'

(12:12 pm IST)