ગોંડલની હેલીન શાસ્ત્રીએ સુર્યવંશી ફિલ્મમાં ATS અફસરનો રોલ નિભાવ્યો

ગોંડલ,તા.૧૬:ઉછરેલી અને દુબઈ અને મુંબઈને કર્મભૂમિ બનાવનાર હૈલીન શાસ્ત્રી આગામી સમયમાં રજૂ થનાર રોહિત શેટ્ટીની સૂર્યવંશી ફિલ્મમાં અક્ષય કુમારની સાથે એટીએસ અધિકારી માલવિકા ગુપ્તાના કિરદારમાં જોવા મળનાર છે.
હૈલીન શાસ્ત્રી એ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ સેન્ટ મેરી સ્કૂલમાં મેળવેલ.બાળવયથી જ અભિનયનો શોખ હોય જાહેરખબરથી લઈ સાઉથના પિકચરમાં પણ અભિનયના ઓજસ પાથર્યા હતા. દરમ્યાન સૂર્યવંશી ફિલ્મમાં મુખ્ય હિરો અક્ષય કુમારની સાથે એટીએસ અધિકારી માલવિકા ગુપ્તાનો કિરદાર નિભાવવાની ઓફર મળી હતી.
હૈલીન શાસ્ત્રી આ ફિલ્મ દરમિયાન અક્ષય કુમાર, રણવીર સિંઘ અને જાવેદ જાફરી સહિતના કલાકારો સાથે ફિલ્મ શૂટિંગની તૈયારી દરમિયાન વિતાવેલ સમય યાદગાર રહી જવા પામ્યો છે
હૈલીન શાસ્ત્રીએ amazon prime ધ ફોર્ગોટોન આર્મીમાં ૧૦૭૮ ગાયક અને કંપોઝર સાથે ભાગ લીધો છે.