પ્રિયદર્શન સાથે કામ કરી રોમાંચિત થયો મિનાઝ જાફરી

હેરાફેરી, ભૂલભૂલૈયા, હલચલ, માલામાલ વિકલી સહિતની કલાસિક કોમેડી ફિલ્મો આપનારા નિર્દેશક પ્રિયદર્શન પોતાની ફિલ્મ હંગામા-૨ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં પરેશ રાવલ, શિલ્પા શેટ્ટી, મિનાઝ જાફરી, પ્રણિતા સુભાષ સહિતના કલાકારો છે. મિનાઝ જાફરીએ પ્રિયદર્શન સાથે પહેલી જ વખત કામ કર્યુ તેનો અનુભવ વર્ણવતા કહ્યું હતું કે તેમની સાથે કામ કરીને હું રોમાંચિત થઇ ગયો છું. તેઓ તમને દ્રશ્યના શુટીંગ શરૂ થતાં પહેલા ડાયલોગ્સ આપે છે. પછી એ સમજાવે છે કે કેમરાની સામે આ ડાયલોગ્સ કઇ રીતે બોલવાના છે, તમારે તેમના સુચનને અનુસરવાનું જ રહે છે. પ્રિયદર્શનસરના સેટ પર શું થશે એની ખબર એમના સિવાય કોઇને હોતી નથી. અક્ષય કુમારે પણ મને કહ્યું હતું કે તું પ્રિયદર્શનની વાત પર આંખ બંધ કરીને ભરોસો કરી લેજે, બધુ બરાબર જ થશે. અક્ષયએ કહ્યું હતું કે મેં જેટલી કોમેડી શીખી છે એ તેમની પાસેથી જ શીખી છે.