ફિલ્મ જગત
News of Monday, 16th March 2020

પાછલુ વર્ષ ખુબ સારું રહ્યું તેની ખુશીઃ વાણી

બોલીવૂડની સુંદરી વાણી કપૂર છેલ્લે ફિલ્મ વોરમાં રિતીક અને ટાઇગર સાથે જોવા મળી હતી. બ્લોક બસ્ટર રહેલી આ ફિલ્મને પાંચ મહિના વીતી ગયા છે, આમ છતાં વાણી કપુર આ ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહી છે. તેણે કહ્યું હતું કે હિન્દી  સિનેમાના ઇતિહાસમાં સોૈથી મોટી બ્લોકબસ્ટર પૈકીની એક વોર સાથે મારું ગયુ વર્ષ ખુબ સારું રહ્યું છે. ફિલ્મમાં વાણી એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. ચાહકોએ તેનો રોલ પસંદ કર્યો હતો. રિતીક સાથેની તેની જોડી પણ ચાહકોને ગમી હતી.  વોર વિશે વાણીએકહ્યું હતું કે બોકસ ઓફિસ પર આ ફિલ્મે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. દર્શકોનું ભરપુર મનોરંજન કરનારી ફિલ્મનો હું ભાગ બની તેની મને ખુબ ખુશી છે. ભલે ફિલ્મમાં મારી ભુમિકા નાની હોય, છતાં એ ભુમિકા સાર્થક હતી તેની ખુશી છે. મને આ પાત્ર માટે ખુબ શુભેચ્છાઓ મળી હતી. વાણી હવે રણબીર કપૂર સાથે સમશેરામાં જોવા મળશે. ફિલ્મમાં રણબીર ડાકુના રોલમાં છે. સંજય દત્ત વિલન તરીકે જોવા મળશે. ૩૧ જુલાઇએ આ ફિલ્મ આવશે.

(9:46 am IST)